મે ૧૫
Appearance
૧૫ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૬૧૮ – જોહાનિસ કેપ્લરે (Johannes Kepler) તેમના અગાઉ નકારેલા "ગ્રહોની ગતિનો ત્રીજા નિયમ" (third law of planetary motion)ની શોધને પુષ્ટિ આપી.(આ નિયમ તેમણે માર્ચ ૮ના શોધેલો,પરંતુ અમુક પ્રારંભિક ગણતરીઓ કર્યા બાદ તુરંત નકારેલો)
- ૧૯૨૮ – મીકિ માઉસ (Mickey Mouse)નું પ્રથમ કાર્ટૂન ચલચિત્ર,'પ્લેન ક્રેઝી'નું પ્રિમિયર યોજાયું.
- ૧૯૬૩ – પ્રોજેક્ટ મર્ક્યુરી: બુધ-એટલાસ ૯ જેમાં અવકાશયાત્રી ગોર્ડન કૂપર સવાર હતા તે અંતિમ બુધ મિશનનું પ્રક્ષેપણ. કૂપર અંતરિક્ષમાં એક દિવસથી વધુ સમય વિતાવનાર પ્રથમ અમેરિકન અને એકલા અવકાશમાં જનારા છેલ્લા અમેરિકન બન્યા.
- ૧૯૭૦ – રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને અન્ના મે હેસ અને એલિઝાબેથ પી. હોઇઝિંગ્ટનને યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીના પ્રથમ મહિલા જનરલ તરીકે નિમણૂક કરી.
- ૧૯૪૦ – 'મેકડોનાલ્ડે','સાન બર્નાર્ડિનો,કેલિફોર્નિયા,અમેરિકામાં,પોતાનું પ્રથમ રેસ્ટૉરૉં (ભોજનાલય) ખોલ્યું.
- ૧૯૫૮ – સોવિયેત યુનિયને'સ્પુતનિક ૩'નું પ્રક્ષેપણ કર્યું.
- ૧૯૬૦ – સોવિયેત યુનિયને 'સ્પુતનિક ૪'નું પ્રક્ષેપણ કર્યું.
- ૨૦૦૮ – મેસેચ્યુસેટ્સ પછી કેલિફોર્નિયા બીજું યુ.એસ. રાજ્ય બન્યું જેણે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવ્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૧૭ – દેવેન્દ્રનાથ ટાગોર (Debendranath Tagore), ભારતીય ધર્મ સુધારક (અ. ૧૯૦૫)
- ૧૮૬૪ – મહાવીર પ્રસાદ દ્વિવેદી, હિન્દી ભાષાના લેખક અને સંપાદક (અ. ૧૯૩૮)
- ૧૮૭૦ – ઉપાસની મહારાજ, હિન્દુ ધર્મગુરુ (અ. ૧૯૪૧)
- ૧૯૦૭ – સુખદેવ થાપર, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૩૧)
- ૧૯૧૪ – તેનઝિંગ નોર્ગે (Tenzing Norgay), (અપનાવાયેલ જન્મતારીખ) શેરપા પર્વતારોહક, પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર. (અ. ૧૯૮૬)
- ૧૯૨૩ – જોની વોકર (Johnny Walker), ભારતીય અભિનેતા (અ. ૨૦૦૩)
- ૧૯૬૭ - માધુરી દીક્ષિત, ભારતીય અભિનેત્રી
- ૧૯૭૪ – શાઇની આહુજા (Shiney Ahuja), ભારતીય અભિનેતા
- ૧૯૮૨ – લાયલ એબ્બોઉડ, મુસ્લિમ લેબનીઝ પોપ ગાયક, કોન્સર્ટ નૃત્યાંગના, મોડેલ, માનવતાવાદી અને ઉદ્યોગપતિ
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૯૩ – કે. એમ. કરિઅપ્પા, ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ. (જ. ૧૮૯૯)
- ૨૦૧૦ – ભૈરોં સિંઘ શેખાવત, ભારતીય રાજકારણી અને ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ. (૧૯૨૩)
- ૨૦૧૯ – નીરવ પટેલ, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના કવિ, અનુવાદક અને સંપાદક (જ. ૧૯૫૦)
- ૨૦૨૧ – ભરત દવે, નાટ્ય દિગ્દર્શક, નાટ્ય લેખક અને ટીવી નિર્માતા (જ. ૧૯૪૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (International Day of Families)
- શિક્ષક દિન (Teacher's Day), મેક્સિકો (Día del Maestro) અને દક્ષિણ કોરિયા (스승의 날) માં.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૮-૦૧-૦૬ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર May 15 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.