ઓક્ટોબર ૨૪
Appearance
૨૪ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૯૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૯૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૫૧ – વિલિયમ લાસેલે યુરેનસની પરિક્રમા કરતા એમ્બ્રિયલ અને એરિયલ ચંદ્ર (ઉપગ્રહ)ની શોધ કરી.
- ૧૮૫૭ – શેફિલ્ડ ફૂટબોલ ક્લબ, વિશ્વની સૌથી જૂની એસોસિએશન ફૂટબોલ ક્લબ, જે હજી પણ કાર્યરત છે, તેની સ્થાપના ઇંગ્લેન્ડમાં કરવામાં આવી.
- ૧૮૬૧ – સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રથમ ટ્રાન્સકોન્ટિનેન્ટલ ટેલિગ્રાફ લાઇન પૂર્ણ થઇ છે.
- ૧૯૦૧ – એની એડસન ટેલર બેરલમાં નાયગ્રા ધોધ ઉપરથી પસાર થનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
- ૧૯૪૮ – ઠક્કર બાપાની પહેલ પર ભારતીય આદિમજાતિ સેવક સંઘની સ્થાપના કરવામાં આવી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૭૭૫ – બહાદુર શાહ ઝફર, મુઘલ સામ્રાજ્યના અંતિમ બાદશાહ અને ઉર્દૂ ભાષાના જાણીતા શાયર (અ. ૧૮૬૨)
- ૧૮૬૫ – મહારાજા ભગવતસિંહજી, ગુજરાતી ભાષાના પ્રથમ શબ્દકોશ ભગવદ્ગોમંડલની રચના કરનારા ગોંડલના મહારાજા (અ. ૧૯૪૪)
- ૧૮૯૨ – હરજી લવજી દામાણી, શયદા ઉપનામથી જાણીતા ગુજરાતી કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નાટ્યકાર (અ. ૧૯૬૨)
- ૧૯૧૪ – લક્ષ્મી સહેગલ, ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના ક્રાંતિકારી, ભારતીય રાષ્ટ્રીય સૈન્યના અધિકારી, અને આઝાદ હિન્દ સરકારમાં મહિલા બાબતોના પ્રધાન (અ. ૨૦૧૨)
- ૧૯૨૧ – આર. કે. લક્ષ્મણ, ભારતીય ચિત્રકાર (અ. ૨૦૧૫)
- ૧૯૨૨ – રતિલાલ ચંદરયા, ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને દાનવીર (અ. ૨૦૧૩)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૯૧ – ઇસ્મત ચુગતાઈ, ભારતીય ઉર્દૂ નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, ઉદારમતવાદી માનવતાવાદી અને ફિલ્મ નિર્માતા (જ. ૧૯૧૫)
- ૨૦૧૩ – મન્ના ડે, ભારતીય પાર્શ્ચગાયક (જ. ૧૯૧૯)
- ૨૦૧૭ – ગિરિજા દેવી, ભારતીય શાસ્ત્રીય ગાયક (જ. ૧૯૨૯)
- ૨૦૨૩ – બિશનસિંઘ બેદી, ભારતીય ક્રિકેટર (જ. ૧૯૪૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- સંયુક્ત રાષ્ટ્ર દિવસ
- વિશ્વ વિકાસ માહિતી દિવસ
- વિશ્વ પોલિયો દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૬-૨૦ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 24 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.