તિલક
હિન્દુ ધર્મમાં તિલક અથવા તિલકા (સંસ્કૃત: तिलकtilaka; હિંદુસ્તાની ઉચ્ચાર: [t̪ɪˈlək]તિલક)[૧]ને કપાળ પર અને શરીરના અન્ય ભાગો પર કરવામાં આવે છે. વિવિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરવામાં આવે છે અથવા માત્ર વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે. માન્યતા માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે. આથી આ પૂજન પછી બુદ્ધિના નિવાસ-સ્થાન મસ્તકનું પૂજન કરવામાં આવે છે કેમ કે પહેલાં સાઘ્ય એટલે ઈશ્વર-પૂજન અને ત્યાર પછી સાધન એટલે બુદ્ધિનું પૂજન. એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં, પૂજન-અર્ચનમાં મસ્તક પર તિલક અથવા ટીલું કરવામાં આવે છે. બહેન દ્વારા ભાઈના કપાળે તિલક કરવામાં આવે છે. એનું વિશેષ મહત્ત્વ છે. ભાઈને આ તિલક ‘ત્રિલોચન’ બનાવે છે અને ત્રીજી આંખમાં કામ-દહનની શકિત છે. જગતની સ્ત્રીજાતિ તરફ કામ-દૃષ્ટિથી ન જોતાં ભાવદૃષ્ટિથી, બહેનની ભાવનાથી જોવાનું હૃદયંગમ સૂચન તિલકમાં સમાયેલું છે.
તિલક સૌભાગ્યનું પ્રતીક પણ છે. વિવાહ ઉપરાંત સ્ત્રી પોતાનું જીવન પતિને સમર્પિત કરે છે એટલા માટે તે પતિના નામનું તિલક (બિંદી) કરે છે. જયારે પતિનું અવસાન થાય છે ત્યારે તિલક દૂર કરવામાં આવે છે.
તિલકનું મહત્ત્વ
[ફેરફાર કરો]તિલક ત્રીજી આંખ અથવા મનની આંખોનું પ્રતીક છે, જે ઘણા હિન્દુ દેવો અને ધ્યાન તથા આધ્યાત્મિક પ્રબુદ્ધતાના વિચાર સાથે સંકળાયેલું છે ભૂતકાળમાં તિલક સામાન્ય રીતે દેવો, પુરોહિતો, તપસ્વીઓ અથવા ઉપાસકો કરતા હતા, પણ હવેના સમયમાં મોટા ભાગના હિન્દુઓ માટે આ સામાન્ય પ્રથા છે. વ્યક્તિ જે હિન્દુ પરંપરાને અનુસરે છે તે તેના થકી રજૂ થઈ શકે છે. તે સુખડના લાકડા, ભસ્મ (વિભૂતિ), કંકુ, સિંદુર, માટી અથવા અન્ય પદાર્થોની લૂગદીથી બની શકે છે. આ લૂગદીઓ કપાળ પર વચ્ચે લગાવવામાં આવે છે, અને કેટલાક કિસ્સાઓમાં તેનો ઉપયોગ સમગ્ર કપાળ પર કરવામાં આવે છે.
તિલકનો ઇતિહાસ અને તેને ક્રમિક વિકાસ
[ફેરફાર કરો]તિલક એક નિશાની છે, જે કપાળની ઉપર પાઉડરના નિશાન અથવા લૂગદી વડે બનાવવામાં આવે છે. પ્રસંગોપાત્ત તેને કપાળના મોટા ભાગમાં ઊભું અને આડું વિસ્તારિત કરવામાં આવે છે અને તે ઘણી વખત નાકને પણ આવરી લઈ શકે છે. વૈષ્ણવો અથવા ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો, મુખ્યત્વે ભગવાન કૃષ્ણના અનુયાયીઓ, જે તિલક કરે છે તે તરત નજરે પડતું અને વિસ્તૃત રૂપે જોવા મળે છે. આ તિલક વાળની નીચેથી એક લાંબી રેખા શરૂ થઈને છેક નાકની શરૂઆત સુધી ખેંચવામાં આવે છે. તે મધ્યમાં અંતઃખંડિત કરીને Uમાં વિસ્તારવામાં આવે છે. મંદિરો પર પણ તેની બે નિશાનીઓ આંકેલી હોઈ શકે છે. આ તિલક પરંપરાગત રીતે સુખડના લાકડાની લૂગદીમાંથી કરવામાં આવે છે, સુખડના લાકડાની શુદ્ધતા અને ઠંડકની પ્રકૃતિ માટે હિન્દુ ગ્રંથોમાં તેની સ્તુતિ કરવામાં આવી છે.
અન્ય તિલકની મુખ્ય ભિન્નતા, મોટા ભાગે ભગવાન શિવના અને દેવી શક્તિનાં વિવિધ સ્વરૂપોના અનુયાયીઓ દ્વારા કરવામાં આવે છે તે છે. આ તિલકમાં કપાળમાં ત્રણ આડી રેખાઓ અને મધ્યમાં એક ઊભી રેખા અથવા વર્તુળ જોવા મળે છે. પરંપરાગત રીતે ભગવાન શિવ અને દેવી શક્તિને રીઝવવા માટે કરવામાં આવતા યજ્ઞોમાં વાપરવામાં આવતા લાકડાની ભસ્મ અથવા રાખમાંથી આ તિલક કરવામાં આવે છે. તિલકની બે મુખ્ય ભિન્નતાઓમાંથી આ અન્ય કરતાં વધુ પ્રાચીન છે અને સમગ્ર દુનિયામાં ધારણ કરવામાં આવતાં ચિહ્નોમાંથી તેમાં ઘણી બાબતો મળતી આવે છે. દેવી શક્તિના ઘણા પૂજકો કપાળની ઉપર કંકુથી ચતુર્ભુજ જેવું નિશાન કરશે, ખાસ કરીને દક્ષિણ ભારતીયો અથવા દક્ષિણ ભારતીયોના વંશજો.
હવેના સમયમાં, ઘણા હિન્દુઓ દરરોજ તિલક કરતાં નથી. મહિલાઓ તેને જૂની પરંપરા ગણે છે જે તેમના પશ્ચિમી ઢબનાં કપડાં સાથે અનુરૂપ લાગતી નથી, પણ ઘણી મહિલાઓ બિંદી કરે છે. મોટા ભાગે તિલક ધાર્મિક પ્રસંગોમાં અને મંગલકારી દિવસોમાં (જન્મદિવસો, લગ્નો, વગેરે) અથવા લગ્ન બાદ કરવામાં આવે છે.
જ્ઞાતિ આધારિત તિલક
[ફેરફાર કરો]હિન્દુ જ્ઞાતિ આધારિત વ્યવસ્થા અને વૈદિક ગ્રંથો અનુસાર તિલક 4 પ્રકારના હોય છે[૨].
બ્રાહ્મણ તિલક – ઊર્ધ્વપુંડ્ર
[ફેરફાર કરો]કપાળની ઉપર બે લંબરૂપ રેખાઓ બનાવવી (હવેના સમયમાં તે મોટા ભાગે U આકારનું તિલક બની ગયું છે), U આકારનો તિલક .
ક્ષત્રિય તિલક- ત્રિપુંડ્ર
[ફેરફાર કરો]કપાળની ઉપર લંબરૂપ રેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની - ત્રણ કમાનો.
વૈશ્ય તિલક – અર્ધચંદ્ર
[ફેરફાર કરો]અર્ધ વર્તુળ સાથે મધ્યમાં બિંદી અથવા ગોળાકાર નિશાન – અર્ધ ચંદ્ર તિલક
શૂદ્ર તિલક – પર્તાલ
[ફેરફાર કરો]કપાળની ઉપર મોટું વર્તુળાકાર નિશાન
પરિભાષા
[ફેરફાર કરો]તિલકાની બદલે તિલક શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે, સામાન્ય હિન્દી ભાષામાં શબ્દના અંતમાં આવેલો "a"નો હંમેશાં ઉચ્ચાર થતો નથી, છતાં તે મોટા ભાગે એ પ્રમાણે લખાય છે.
નેપાળ, બિહાર અને અન્ય ક્ષેત્રોમાં, તિલકને tikā /ટિકા (टिका [ʈɪkaː][૩]), પણ કહેવામાં આવે છે, અને તે અબીર , લાલા પાઉડર, દહીં, અને ચોખાના અનાજનું મિશ્રણ હોય છે. સૌથી સામાન્ય ટિકો, લાલ પાઉડરથી અંગૂઠા વડે ઉપરની બાજુએ એક જ નિશાન દ્વારા લાગુ કરવામાં આવે છે.
પંથ આધારિત તિલક
[ફેરફાર કરો]વિવિધ હિન્દુ પરંપરાઓ તિલક કરવા માટે વિવિધ વસ્તુઓ અને આકારોનો ઉપયોગ કરે છે [૪].
- સૈવિતેઓ લાક્ષણિકપણે સમગ્ર કપાળ પર ત્રણ આડી રેખાઓ ભસ્મથી બનાવે છે. વિભૂતિની સાથે મોટા ભાગે મધ્યમાં કંકુની સાથે સુખડના લાકડાની લૂગદીનું ટપકું કરવામાં આવે છે. (ત્રિપુંડ્ર ).
- વૈષ્ણવો તિલક માટે પવિત્ર નદી અથવા સ્થળની માટી (જેમ કે વૃંદાવન અથવા યમુના નદી)નો ઉપયોગ કરે છે, જેમાં ઘણી વખત સુખડનું લાકડું ભેળવવામાં આવે છે. તેઓ બે લંબરૂપ રેખાના આકારમાં લૂગદી લગાવે છે, જે નીચેના ભાગમાં એકબીજા સાથે જોડાઈ શકે છે, તેનાથી કાં તો U આકાર બનાવે છે અથવા તુલસી પાદડાનો એક વધારાનો આકાર બનાવે છે. તેમનું તિલક ઊર્ધ્વપુન્ડ્ર તિલક કહેવાય છે.
- ગણપત્ય લાલ સુખડની લૂગદીનો ઉપોયગ કરે છે (રક્ત ચંદન).[૫]
- શાક્તો કંકુ અથવા લાલ હળદરના પાઉડરનો ઉપયોગ કરે છે. તેઓ એક લંબરૂપ રેખા અથવા બિંદુનો ઉપયોગ કરે છે. તેઓ એક ઊભી રેખા અથવા બિંદુ દોરે છે.
- સન્માનદર્શક તિલકો (રાજ તિલક અને વીર તિલક): સામાન્ય રીતે તેમાં એક લંબરૂપ લાલ રેખા કરવામાં આવે છે. રાજ તિલકનો ઉપયોગ જ્યારે રાજાને ગાદી પર બેસાડવામાં આવે છે અથવા મહત્ત્વની વ્યક્તિને આમંત્રણ આપવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે. યુદ્ધ અથવા રમત બાદ વિજેતાઓ અથવા નેતાઓને અભિકૃત કરવા માટે વીર તિલકનો ઉપયોગ કરવામાં આવે છે.
- સ્વામિનારાયણ તિલક: તે કપાળની મધ્યમાં U- આકારનું તિલક હોય છે. U આકારની મધ્યમાં લાલ રંગની બિંદી હોય છે (જે ચાંદલા તરીકે જાણીતી છે).
તિલકના પ્રકારો
[ફેરફાર કરો]તિલકના ઓગણીસ પ્રકારો છે[૬].
વિજયશ્રી
[ફેરફાર કરો]સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્ર સાથે મધ્યમાં સફેદ રેખા[૬]. જયપુરના સ્વામી બાલઆનંદે આ તિલકની શોધ કરી હતી.
બેન્દી તિલક
[ફેરફાર કરો]સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્ર ની સાથે મધ્યમાં એક ગોળ નિશાન[૭]. જેની શોધ બડાસ્થાન અયોધ્યાના સ્વામી રામપ્રસાદ આચાર્ય દ્વારા કરવામાં આવી હતી.
ચતુર્ભુજી તિલક
[ફેરફાર કરો]સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્રની સાથે ઉપરનો ભાગ વિરુદ્ધ દિશામાં 90 અંશના ખૂણે આવેલો હોય છે. તેની મધ્યમાં શ્રી હોતું નથી. તેની શોધ બિહારના નારાયણદાસજી દ્વારા કરવામાં આવી હતી. સ્વર્ગ દ્વાર અયોધ્યાના તપસ્વીઓ તેનું અનુસરણ કરે છે.
અન્ય તિલકો
[ફેરફાર કરો]તેમાં 12 શ્રી તિલકોનો સમાવેશ થાય છે[૮]
- રેવાસા ગાડ્ડીનુ શ્રી તિલક
- રામચંદ્રદાસ તિલક
- શ્રીજીવરમનું તિલક
- શ્રી જનકરાજ કિશોરી શરણ અલીજીનું તિલક
- શ્રી રૂપકલાજીનું તિલક
- રૂપસારસજીનું તિલક
- રામસાખીજીનું તિલક
- કામનેન્દુ મણિનું તિલક
- કરુણસિંધુજીનું તિલક
- સ્વામિનારાયણ તિલક
- નિમ્બાર્કનું તિલક
- માધવનું તિલક
બિંદી સાથેનો સંબંધ
[ફેરફાર કરો]તિલક અને બિંદી શબ્દો એક બીજાની પર કેટલેક અંશે છવાયેલા છે, પણ તેઓ એકબીજાના સમાનાર્થી નથી. તેમની વચ્ચેના કેટલાક તફાવતો:
- તિલક હંમેશાં લૂગદી અથવા પાઉડરથી સાથે લગાવવામાં આવે છે, જ્યારે બિંદી લૂગદી, સ્ટીકર અથવા જ્વેલરી પણ હોઈ શકે છે.
- તિલક બંને લિંગની વ્યક્તિઓને કરી શકાય છે, જ્યારે બિંદી માત્ર મહિલાઓ જ કરે છે.
- તિલક સામાન્ય રીતે ધાર્મિક અથવા આધ્યાત્મિક કારણસર કરવામાં આવે છે અથવા મહત્ત્વની વ્યક્તિ, ઘટના અથવા જીતના સન્માનમાં કરવામાં આવે છે. બિંદી લગ્નનું સૂચક છે અથવા તેનો ઉપયોગ શોભાના હેતુ માટે કરવામાં આવે છે.
- બિંદી માત્ર આંખોની વચ્ચે કરવામાં આવે છે, જ્યારે તિલક ચહેરા અથવા શરીરના અન્ય ભાગોને પણ આવરી લઈ શકે છે. તિલક શરીરના 12 ભાગો પર કરી શકાય છે: માથું, કપાળ, ગરદન, બંને બાવડાની ઉપર, કોણીથી પહોંચા સુધીના બંને હાથ પર, છાતી, ધડની બંને બાજુએ, પેટ અને ખભા.
- બિંદી હિન્દી શબ્દ છે, જ્યારે તિલક સમગ્ર ભારતીય ઉપખંડમાં લાગુ પડે છે.
વિવિધ શૈલીઓ
[ફેરફાર કરો]-
અમદાવાદમાં સાધુ (ધાર્મિક પુરુષ).
-
રાજસ્થાનમાં સાધુઓ
-
વારાણસીમાં સાધુ.
લાલ તિલકનો પરંપરાગત રીતે લગ્ન પ્રસંગની સાથો સાથે રોજબરોજના જીવનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે
આ પણ જુઓ
[ફેરફાર કરો]- તિલક (વૈષ્ણવ)
નોંધ
[ફેરફાર કરો]- ↑ વી. એસ. આપ્ટે. એ પ્રેક્ટીકલ સંસ્કૃત ડિક્શનરી પાન નં 475.
- ↑ ગૌતમ ચેટર્જી, પવિત્ર હિન્દુ પ્રતીકો પાન નં 71
- ↑ Wells, John (11 September 2009). "But Soft!". John Wells's Phonetic Blog. મેળવેલ 11 September 2009. CS1 maint: discouraged parameter (link)
- ↑ મખાન ઝા, પ્રાચીન હિન્દુ રાજાઓ અંગે માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી એક અભ્યાસ, પાન નં 126
- ↑ પાન નં. 202, નોંધ 40. ગ્રીમ્સ, જોહ્ન એ ગણપતિ: સ્વનું ગીત. (સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક પ્રેસ: અલ્બાની, 1995) ISBN 0-7914-2440-5
- ↑ ૬.૦ ૬.૧ વિજય પ્રકાશ શર્મા, સાધુઓ અને ભારતીય સંસ્કૃતિ, પાન નં 72
- ↑ વિજય પ્રકાશ શર્મા, સાધુઓ અને ભારતીય સંસ્કૃતિ, પાન નં 73
- ↑ વિજય પ્રકાશ શર્મા, સાધુઓ અને ભારતીય સંસ્કૃતિ, પાન નં 75
સંદર્ભો
[ફેરફાર કરો]- Entwistle, A. W. (1981). Vaishnava tilakas: Sectarian marks worn by worshippers of Vishnu (IAVRI bulletin). International Association of the Vrindaban Research Institute.
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- પૂજા માટે તૈયારી સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૮ ના રોજ વેબેક મશિન
- વૈષ્ણવ તિલક સંગ્રહિત ૨૦૧૧-૦૫-૨૫ ના રોજ વેબેક મશિન
- તિલક કેવી રીતે કરવું
- તિલક અંગેનો સામાન્ય દૃષ્ટિકોણ