લખાણ પર જાઓ

વાલેસપુર (તા. ઘોઘા)

વિકિપીડિયામાંથી
વાલેસપુર (તા. ઘોઘા)
—  ગામ  —
વાલેસપુર (તા. ઘોઘા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°34′10″N 72°11′17″E / 21.569473°N 72.188176°E / 21.569473; 72.188176
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વાલેસપુર (તા. ઘોઘા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં મહત્વનાં તાલુકા ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

૧૮૭૧માં વડોદરા રાજ્ય બાજુથી કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ ઘોઘા રહેવા આવ્યા અને પછી ઘોઘાથી ૧૧ માઇલ દક્ષિણ-પશ્ચિમે વસવાટ શરૂ કર્યો. આ જગ્યાએ લાંબો સમય વસવાટ કરનારા રેવ. જેમ્સ વાલેસની યાદમાં આ વસાહતને વાલેસપુર નામ આપવામાં આવ્યું.[] આ જગ્યાએ આઠ મકાન, એક ઘંટવાળુ ચર્ચ, એક મીશનરી ઘર, એક આરામગૃહ, એક જનતા માટેનો કુવો અને એક હવાડો હતા.[] આ ગામ ગુજરાતનું એકમાત્ર સંપૂર્ણ ખ્રિસ્તી ધર્મની વસ્તી ધરાવતું ગામ છે, જેની વસ્તી અંદાજે ૫૦૦ની છે.[]

આ પણ જુવો

[ફેરફાર કરો]

ઘોઘા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૦૭-ઓકટોબર-૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ઘોઘા તાલુકાના ગામોની યાદી". bhavnagardp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૦૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in: |access-date= and |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad (અંગ્રેજીમાં). મુંબઈ: ઍજ્યુકેશન સોસાયટીઝ પ્રેસ, ભાયખલ્લા. ૧૮૮૬. પૃષ્ઠ ૪૩. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  3. Powers, Janet M. (2008-11-30). Kites over the Mango Tree: Restoring Harmony between Hindus and Muslims in Gujarat: Restoring Harmony between Hindus and Muslims in Gujarat (અંગ્રેજીમાં). ABC-CLIO. પૃષ્ઠ 49. ISBN 978-0-313-35158-7.